ખંભાત તાલુકાના જલુન્ધ ગામે રહેતો અને કેનેડા રિટર્ન થયેલો ક્રિયેશ પ્રવિણભાઈ પટેલ વડોદરામાં સ્ટોર અને રેસ્ટોરન્ટની દુકાનોમાંથી રોકડની ચોરી કરતા ઝડપાયો છે. વડોદરામાંથી ડ્રાયફ્રુટની દુકાન અને રેસ્ટોરન્ટના શટલ ઉંચા કરીને જલુન્ધના ક્રિયેશ પટેલે રોકડની ચોરી કરી હતી.પોલીસે ફરિયાદ બાદ તેને ઝડપી પાડી રૂ. 1.97 લાખ, બાઈક અને કટર મળીને કુલ 2.11 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.