ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પંચ નો દુરુપયોગ કરીને વોટ ચોરી કરવામાં આવી રહી છે, તેવા આક્ષેપો સાથે આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં ૧ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર સુધી જામનગર શહેરના તમામ ૧૬ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.