શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે વન વિભાગ દ્વારા તાલીમ લઈ રહેલા વન રક્ષક બેચ નંબર 72/73ના તાલીમાર્થીઓએ ક્ષેત્રિય અભ્યાસ પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ વન વિજ્ઞાન તાલીમ કેન્દ્ર કાકરાપારના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.તાલીમાર્થીઓને વન અને પર્યાવરણ અંગે વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી,પ્રવાસ દરમિયાન તાલીમાર્થીઓને શહેરાના જંગલો તેમજ પ્લાન્ટેશન વિસ્તાર બતાવવામાં આવ્યા હતા.