અરવલ્લી તથા ઉપરવાસ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે વિવિધ જળાશયો માં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા તંત્ર દ્વારા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.વાત્રક ડેમમાં 8458 હજાર ક્યુસેક પાણીની આવક સામે 8458 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. આથી નદીકાંઠે વસતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.