મોડાસા શહેરના ડુઘરવાડા ચોકડી પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. ગેરેજમાં કામ કરતા યુવક સાથે એક શખ્સે રૂપિયાની લેતી દેતી અને બાઈકની સર્વિસ સંતોષકારક ન કરી હોવાનું કહી ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા શખ્સે યુવકના માથામાં બોથડ પદાર્થ મારી દઈ હત્યા કરતાં પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.ઘટનાને લઈ આજરોજ DY-SPનું નિવેદન સામે આવ્યું હતું.