દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લંપી વાયરસનો પ્રકોપ ફરી એકવાર જોવા મળ્યો દ્વારકામાં એક ગૌશાળામાં 35થી 40 ગાયમાં વાયરસના લક્ષણો દેખાયા છે. ગૌશાળાના સંચાલક હાર્દિક વાયડાના જણાવ્યા અનુસાર, સંક્રમિત ગાયોની સારવાર માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાયરસના કારણે ગાયોના શરીર પર ઘા અને સોજા જોવા મળી રહ્યા છે પ્રાથમિક સારવાર તરીકે હળદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હળદર ઘા અને સોજા પર લગાવવામાં આવે છે. આ સારવારથી ગાયોને તાત્કાલિક રાહત મળી રહી છે.