સાવરકુંડલા શહેરમાં મહેશ ટોકીઝ સામે આવેલી પોસ્ટ ઓફિસમાં અરજદારોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારો લાંબી લાઈનમાં ઊભા રહીને ધક્કા ખાય છે છતાં તેમને યોગ્ય જવાબ મળતો નથી. પોસ્ટ ઓફિસના અધિકારીઓ પોતાની ફરજ બજાવવા બદલે મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.આ બેદરકારી સામે આજે બપોરે 1 વાગ્યે સામાજિક કાર્યકર જગદીશ ઠાકરે સોશિયલ મીડિયામાં વિડિયો મૂકી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.