માંગરોળના પીપોદરા ગામે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સીરપ નું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ના સંચાલકને એસ ઓ જી ની ટીમે ઝડપી પાડ્યો હતો પીપોદરા ટેમ્પા ગલીમાં આવેલ રાજાવત મેડિકલ સ્ટોર ના સંચાલક રામ કિશોર હરિશ્ચંદ્ર રાજાવત ને ₹14,500 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો સંચાલક મૂળ મધ્યપ્રદેશના વતની છે અને હાલ પીપોદરા ખાતે રહે છે