લીંબડી તબેલા વસાહતમાં રહેતા સેલાભાઇ કાનાભાઇ ડોંન્ડા ભરવાડ બાઇક લઇ પસાર થઈ રહ્યા હતા ત્યારે છ થી સાત જેટલા લોકો એ લોખંડના પાઈપ અને લોખંડની કુંડલી વાળી લાકડીઓ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છુટ્યા હતા સેલાભાઇ ડોંન્ડા એ લીંબડી પોલીસમાં આ ઘટના સંદર્ભે અગાઉ ના ઝઘડા નુ મનદુઃખ રાખી સભાડ જુથ ના લોકો એ હુમલો કરી માર માર્યો હોય સાત લોકો સામે હુમલો કરી માર માર્યાની જાન થી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાઇ છે.