દિવી,દિવા અને અંકલેશ્વર, આંબોલી અને બોઈદરા ખાતે પ્રસ્તાવિત અંકલેશ્વર બ્લોકના 12 કુવાઓનું ડ્રિલિંગ અને વિકાસ,ક્રૂડ ઓઇલ,એસોસિએટેડ નેચરલ ગેસ પરિયોજના પ્રોજેકટ માટે આજરોજ અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા મેમર્સ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ માટે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને જી.પી.સી.બી.ના રિઝનલ ઓફિસર જિજ્ઞાસા ઓઝાની અધ્યક્ષતામાં પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.