વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આદેશ અનુસાર,વડોદરા ગ્રામ્ય અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં હવે અનઅધિકૃત વ્યક્તિઓ કે વચેટીયાઓનો પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. પ્રતિબંધ આજથી એટલે કે ૧૯/૦૫/૨૦૨૫ થી ૧૮/૦૮/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.