સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે થાન સર્વોદય સોસાયટીમાં દરોડો કરી જાહેરમાં જુગાર રમતાં 12 શખ્સો ને ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી રોકડા રૂપિયા તેમજ મોબાઇલ સહિત કુલ રૂપિયા 129100 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક થાન પોલીસ ને અંધારામાં રાખી એલસીબી પોલીસે એક જ દિવસમાં જુગારના બે સફળ દરોડા કરતા થાન પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.