મોટા સલાયાનો યુવાન અકબર શિરૂ મિત્રોના ગ્રુપ સાથે હાજીપીર-ખાવડા જવા નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં તેને કાળ આંબી ગયો હતો. આ અંગે આજે માનકૂવા પોલીસ મથકે મોટા સલાયા (તા. માંડવી)ના નિવૃત્ત જીવન જીવતા આમદ હાસમ શિરૂએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેનો દીકરો અકબર તેના મિત્ર સિરાજ યાકુબ સિંધી (રહે. મોટા સલાયા) સાથે તેના બુલેટ નં. જી.જે. 12 એચ.એફ.-6626 વાળીમાં તેના મિત્રોના ગ્રુપ સાથે હાજીપીર-ખાવડા-ભુજ જવા નીકળ્યા હતા. સિરાજ બુલેટ ચલાવતો હતો અને અકબર તેની પાછળ બેઠો