નડિયાદ શહેરના પશ્ચિમમાં વિસ્તારના જુના ડુંગરા રોડ પર આવેલા ઝલક રીંગરોડ પરની મોટી કેનાલમાં આધેડ ડૂબ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડ ની જાણ કરાતા સ્થાનિક તરવૈયાઓની સાથે આધેડની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આશરે પાંચ કલાક સુધી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હોવા છતાં પણ આધેડ વ્યક્તિ મળી આવ્યો નથી પ્રાથમિક તપાસમાં ડૂબેલો વ્યક્તિ નડિયાદના જયંતીભાઈ મારવાડી હોવાનું જાણવા મળ્યું છે.