વિધાનસભાના નાયબ દંડકશ્રી તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં, આહવા, વઘઈ અને સુબીર તાલુકાના કુલ ૧૩ રસ્તાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો.આ રસ્તાઓના નિર્માણ માટે કુલ ૮૨૮ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. જેમાં આહવાના ૪, વઘઈ તાલુકાના ૪ અને સુબીર તાલુકાના ૫ રસ્તાઓનો સમાવેશ થાય છે.કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા."