લીલીયા તાલુકામાં ઇગલ આઇ પ્રોજેક્ટ અંતર્ગત હાથીગઢ ગામે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ શરૂ થયો છે.પીઆઇ એમ.ડી. સાળુકે તથા હાથીગઢના સરપંચ પ્રતિનિધિએ તાલુકાના તમામ સરપંચોને પોતાના ગામોમાં CCTV લગાવી પ્રોજેક્ટને સફળ બનાવવા અપીલ કરી છે.