વિજાપુર મામલતદાર કચેરી ખાતે આંગણવાડી ની બહેનો માટે પડેલ તેડાગર તેમજ આંગણવાડી બેનો માટે પડેલી જગ્યાઓ ઉપર ફોર્મ ભરવાની 30 છેલ્લી તારીખ છેલ્લી હોવાથી ફોર્મ ભરતા ઉમેદવારો ની ફોર્મ રજૂ કરવા માટે આજરોજ 29 ઓગસ્ટ ના બપોરે બે કલાકે લાંબી લાઈનો લાગી હતી. ફોર્મ ભરનાર ઉમેદવારો બાકી રહેલ તલાટી ના અભિપ્રાય અને રહેઠાણ ના પુરાવો મેળવવા માટે ભારે દોડાદોડ કરી મૂકી હતી.