ભાદરવી સુદ નામના દિવસે દરેક જગ્યા ઉપર રામદેવપીર મહારાજ ના મંદિરે નેજા એટલે કે ધજા ચઢાવવામાં આવે છે અને ઘણી જગ્યાઓ પરતો વરઘોડા પણ કાઢવામાં આવે છે ત્યારે આજે રાજપીપલા શહેરના પૌરાણિક મંદિર એવા રામદેવપીર મંદિર ખાતે આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય તેમજ ત્યાંના આગેવાનો તેમજ વણઝારા સમાજ દ્વારા વરઘોડો કાઢીને રામદેવપીર મહારાજના મંદિર ખાતે લાવવામાં આવીને નેજા ચઢાવવામાં આવ્યા