મંગળવારના 2:30 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ રેલવે પોલીસની ટીમે ગાત રાત્રી દરમિયાન પ્લેટફોર્મ નંબર બે ઉપર આવેલી ટ્રેનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં એક મહિલા ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી. મહિલા અને ઈસમ પાસેથી કુલ 7,956 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઈસમ વિરેન્દ્રસિંહ સામે અને કિરણ નામની મહિલા સામે પ્રોહીબિશન અંગે ફરિયાદ દાખલ કરી મહિલાને વોન્ટેડ જાહેર કરી છે.