કચ્છના રાપર તાલુકામાં 2 દિવસમાં 17 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો ટાપુમાં ફેરવાઈ જવાની સાથે નદી-નાળા અને ડેમ, તળાવો છલકાતાં રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ દરમિયાન કેટલાક રસ્તાઓને વ્યાપક નુકસાન પહોંચવાના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, ત્યારે આવી સ્થિતિમાં રાપર તાલુકાના ડાવરી ગામ પાસે રોડ તૂટતાં એક 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી.લોકોએ અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સના કર્મીઓએ મહિલા દર્દીને સ્ટ્રેચર પર ઉંચકીને પાણીનું વહેણ પાર કરાવ્યૂ હતું