જૂનાગઢના અપના ઘર ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈ મોદકનો હવન યોજવામાં આવ્યો હતો. સંસ્થામાં જ સિધ્ધિ વિનાયક ગણપતિ દાદા રીધ્ધી સીધ્ધી સાથે બિરાજમાન છે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના પાવન પર્વે અપના ઘર ખાતે ટ્રસ્ટી વિજયભાઈ કિકાણી તેમજ સેવકો અને દાતાઓ દ્વારા ભગવાન શ્રી ગણેશનો મોદક હવન કરવામાં આવ્યો હતો. એમાં ૧૧૧૧ મોદકની આહુતી આપવામાં આવી હતી. જેની સાથે સાથે ભગવાન શ્રી ગણેશના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.