પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીમરડાના મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ પાળજ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓને વિશ્વ હડકવા દિવસ અંતર્ગત પાલતુ પ્રાણીઓ કરડે ત્યારે કેવા પગલાં લેવા તથા શું તકેદારી રાખવી જોઈએ તે વિશેની વિગતવાર માહિતી અને માર્ગદર્શન આયુષ્યમાન આરોગ્ય મંદિર પાળજ ૧ ના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું હતું. નજીકના આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે હડકવાની રસી મળે છે.