ભાતીગળ તરણેતર લોકમેળામાંથી પરિવારથી વિખુટા પડી ગયેલા બે બાળકોનું પોલીસ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જેમાં અર્જુન રામભાઈ ભોકીયા (ઉ.વ. 11, રહે. સુરેન્દ્રનગર) તથા આશરે 2 વર્ષની બાળકીને શોધી તેમના માતાપિતા સાથે સુખદ મિલન કરાવી પોલીસ ટીમે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સૂત્રને સુરેન્દ્રનગર પોલીસે સાર્થક કર્યું હતું