સાવરકુંડલામાં સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના દ્વારા યોજાયેલ સન્માન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને પૂર્વ સૈનિકોને સન્માનિત કરવામાં આવ્યા. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા. સમારોહનું સંચાલન સમાજની બહેનો દ્વારા કરવામાં આવ્યું, જે નારી શક્તિનું ગૌરવપૂર્ણ પ્રતિબિંબ રહ્યું. સન્માન દ્વારા દેશભક્તિના મૂલ્યો અને સમાજમાં શિક્ષણ, એકતા અને સેવા ભાવનાનું પ્રેરણાસ્ત્રોત ઉભું થયું.