ઊંઝા તાલુકાના દાસજ ગામમાં આવેલ સુપ્રસિદ્ધ દાસજીયા ગોગા મહારાજના મંદિરે ભાદરવા સુદ પાંચમના અવસરે વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો મંદિર પરિષદમાં જય ગોગા નાદ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તો આત્મા ધજા લઈ પગપાળા યાત્રા કરી તથા પશુપાલકો દૂધનો અભિષેક કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.