વાલોડ ગામના નવા ફળિયા માં ઘરફોડ ચોરીનો નિષ્ફળ પ્રયાસ ઘટના સીસીટીવી માં કેદ.તાપી જિલ્લાના વાલોડ ગામના નવા ફળિયા માં ગુરુવારે મળસ્કે 3 કલાકની આસપાસ ઘરફોડ ચોરો એ પ્રવેશ કર્યો હતો.જોકે ચોરી કરવામાં તેઓ સફળ થયા નહીં હતા.જેમાં કેટલાક ઘરો ને નિશાન બનાવ્યા હતા.જોકે સ્થાનિકો તેમજ ઘરમાલિકો ઊંઘ નથી જાગી જતા તસ્કરો ફરાર થયા હતા.બનાવની જાણ વાલોડ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પોહચી કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે એ જરૂરી બન્યું છે.