ખોડલધામમાં નવરાત્રિ ઉત્સવ દરમિયાન હુમલો કરનાર શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ વિશે વધુ વિગતો આપતા આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ એસીપી ભાવેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, હુમલામાં આરોપી મહેશગીરી ગોસ્વામી પણ ઇજાગ્રસ્ત થયો હોય, તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારબાદ તેને અટકાયતમાં લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.