કુંભનાથપરા વિસ્તારમાં આવેલ વેલનાથ ચોકમાં રહેતા ડ્રાઈવર આનંદ ભીખુભાઈ ગોહિલએ ગઇકાલે ટાઉન પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદીના ટ્રેક નં. જીજે૮ડબલ્યુ-૦૧૧૮માંથી ૭ હજારની કિંમતની બેટરી તથા ટ્રક નં. જીજેદઝેડ-૯૬૯૭માંથી ૮ હજારની કિંમતની બેટરી મળી કુલ ૧૫ હજારની કિંમતની બે બેટરી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયો હતો