ચોમાસા દરમિયાન જમીનમાંથી મળતી વનસ્પતિ 'આળમી'ના ભાવ આસમાને પહોંચ્યા છે. મંગળવારે 2 કલાકની આસપાસ આળમીનો ભાવ એક મણ (20 કિલો) દીઠ ₹20,000ને પાર કરી ગયો છે, જેનાથી ખેડૂતોને પ્રતિ કિલો ₹1,100થી વધુ ભાવ મળી રહ્યો છે. આ ગુણકારી વનસ્પતિનો પાક આ વર્ષે ઓછો થયો હોવાથી અને તેની માંગ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં વધવાથી આ ભાવવધારો જોવા મળ્યો છે. આ ઊંચા ભાવથી ખેડૂતો ખુશખુશાલ છે, અને વ્યારા માર્કેટ યાર્ડમાં તેની હરાજીનો વીડિયો પણ વાયરલ થયો છે.