પોરબંદરના જનસેવા કેન્દ્રમાં રહેણાંકનો દાખલો કઢાવવા અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી હતી.જનસેવા કેન્દ્ર ખાતે આંગણવાડી ભરતી પ્રક્રિયા માટે રહેણાંકનો દાખલા મેળવવા અરજદારોની લાઇનો જોવા મળી હતી ત્યારે આજે રજના દિવસે પણ અરજદારોની સુવિધા માટે શહેરી મામલતદાર કચેરી દ્વારા જનસેવા કેન્દ્ર અરજદારો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું