This browser does not support the video element.
વડોદરા: આજવા ચોકડીથી સિકંદરપુરા તરફ જતા માર્ગની ખખડધજ હાલત,કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડ ધોવાઈ જતા નાગરિકોમાં રોષ
Vadodara, Vadodara | Sep 10, 2025
વડોદરા : આજવા ચોકડીથી સિકંદરપુરા તરફ જતો એક કિલોમીટરનો રસ્તો ખખડધજ બન્યો છે.હજુ ત્રણ માસ પહેલા જ નવો રોડ બન્યો છે.ત્યારે,કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડ ધોવાઈ જતા નાગરિકોમાં રોષ ફેલાયો છે.અહીં અસંખ્ય સોસાયટીઓ અને શાળા કોલેજ આવેલી હોય વહેલી તકે રોડ બનાવવા માંગ કરી હતી.ખખડધજ રોડને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરનાર ભાજપ શાસન ભ્રષ્ટાચાર બન્યું હોવાના આક્ષેપ પણ નાગરિકોએ કર્યા હતા.