આજરોજ સાંજના સમયે એક પરણીતા જીવનલીલા સંકેલવા માટે નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી હતી અને નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલા જ રીક્ષા ચાલક અને રાહદારીઓએ તેને બચાવી લીધી હતી.આ અંગેની જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મહિલાને પોલીસ ચોકી લઈ જવામાં આવી હતી જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.