સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં મહિલા તેમજ દિવ્યાંગોના શૌચાલય ને રાત્રિના સમયે તાળા મારવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. એસટી વિભાગ ના આવા તઘલખી નિર્ણય સામે મુસાફરોમાં રોષ ની લાગણી ફેલાઈ છે અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા મુસાફરોમાં માંગ ઉઠવા પામી છે.