સુરેન્દ્રનગર વડવાળાદેવ સરસ્વતી વિદ્યાલય ખાતે મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ વૃક્ષો નું વધુમાં વધુ વાવેતર તેમજ ઉછેર કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો.