દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટી અત્યંત સક્રિય છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીનું વતન હોવાના કારણે પાર્ટીની વિચારધારા અને જનહિતના કાર્યોથી પ્રભાવિત થઈને લાલપરડા ગામના સરપંચ શ્રી વિરાભાઈ કરમૂર (ઉર્ફે મુન્નાભાઈ) ૨૦૦થી વધુ લોકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓએ શ્રી ઈસુદાનભાઈ ગઢવીના હસ્તે પાર્ટીનો ખેશ ધારણ કરી વિધિવત રીતે જોડાયા. આ તકે તેઓએ જણાવ્યું કે, આવનારા સમયમાં પાર્ટીની વિચારધારાને આગળ વધારવા અને જન