અમરેલી શહેરના બોમ્બે માર્કેટ હીરાબજાર ખાતે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ હીરા વેપારીઓની મુલાકાત લીધી હતી. વેપારીઓ સાથે તેમણે વાર્તાલાપ કરી તેમના પ્રશ્નો અને હીરા ઉદ્યોગની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.ધારાસભ્ય વેકરીયાએ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના પ્રશ્નો સાંભળતાં જરૂરી તંત્ર સ્તરે રજૂઆત કરવાનો વિશ્વાસ આપ્યો હતો. વેપારીઓએ તેમની મુલાકાતને આવકાર આપતા જણાવ્યું હતું કે ધારાસભ્યની આ મુલાકાતથી હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.