સાહડા ગામે કાદવ કીચડમાં જીવતા લોકો – સરપંચની બેદરકારી પર રોષગરબાડા તાલુકાના સાહડા ગામના કાચલા ફળિયામાં રોડ ના અભાવે ગામજનો આજે પણ મૂળભૂત સુવિધાથી વંચિત છે. પ્રાથમિક શાળાની બાજુમાં વસવાટ કરતા પરિવારોને દરરોજ કાદવ અને કીચડમાંથી પસાર થવું પડે છે. નાના બાળકોને પણ શાળાએ જવા માટે આ જ હાલાકીમાંથી પસાર થવું પડે છે.ગામજનોનો આક્ષેપ છે કે સાહડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિકાસના કોઈ કામો હાથ ધરવામાં આવતાં નથી, જેના પગલે લોકોને રોજિંદી મુશ્કેલીનો સામન...