ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે વિરેન્દ્રસિંહ બળવંતસિંહ ખેર ની વરણી કરવામાં આવી છે તેઓ લિંબાડા ગામના વતની છે અને 1998 થી કોંગ્રેસના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા છે જ્યારે તરસાડી નગર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે ગિરિરાજસિંહ મહેન્દ્રસિંહ સોલંકી ની વરણી કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપરોક્ત નિયુક્તિ આપતો પત્ર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આનંદભાઈ ચૌધરી દ્વારા જાહેર કરાયો હતો