હાલોલના ચંદ્રપૂરા નજીક આવેલ HNG ગ્લાસ કંપની પાસે તા.2 સપ્ટેમ્બર મંગળવારના રોજ રાત્રે 10 વાગ્યાના અરસામાં બાઇક ચાલકને બોલેરો ગાડીએ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.જેમા બાઇક પર સવાર સુરેશ રાઠોડ અને હર્ષદ પરમારને ગંભીર ઈંજાઓ પહોચી હતી અકસ્માત બાદ બંને ને તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા,પરંતુ બન્ને યુવકોની હાલત વધુ ગંભીર હોવાને કારણે વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.