બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં તંત્ર દ્વારા રોડ ઉપરના ધાર્મિક દબાણો હટાવવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી.જેમાં રાણપુર મામલતદાર કે.બી.ગોહિલ,નાયબ મામલતદાર નિરવ વ્યાસ,અલ્કેશ પરમાર તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રાણપુર શહેરમાં તેમજ રાણપુર તાલુકામાંથી 7 ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા જેને લઈને રાણપુર મામલતદાર કે.બી.ગોહિલે આપી માહિતી...