રાજ્યમાં સોમવારે ભગવાન રામદેવપીરને ધજા, નેજા ચડાવવાનો ઉત્સવ ઉજવાયો હતો. માણસા ખાતે રાજસ્થાન નવ યુવક મંડળ દ્વારા ભજન સત્સંગ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં ધારાસભ્ય જે.એસ.પટેલ હાજર રહ્યા હતા. ધારાસભ્ય સહિત તમામ ભક્તોએ ભગવાન રામદેવપીરને નેજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. જેમાં શહેર પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.