ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે શ્રાવણી પૂર્ણિમાના દિવસે વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજથી સંસ્કૃત ગૌરવ યાત્રા એટલે કે સાહિત્ય દિવસની ઉજવણી શરૂ થઈ છે. ત્યારે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે કચ્છ ખાતે પણ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે.