પારડી નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકા વિસ્તારમાં તળાવ નજીક રસ્તાની મરામત દરમિયાન અવ્યવસ્થિત કામગીરી સામે આવી છે. પાલિકા તંત્રએ વરસાદી પાણી ભરાયેલા રસ્તા પર સીધું જ કપચી પાથરીને વેટમિક્સનું કામ શરૂ કર્યું હતું. પાણીમાં કપચી નાખવાથી કીચડ બની ગયો છે.