આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની મહિમા અને તેની અગત્યતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટ દ્વારા ઉમદા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં યોજાયેલ આ અભિયાન અંતર્ગત દરેક તાલુકાના દરેક ગામની ગ્રામ પંચાયત ખાતે “પ્રાકૃતિક ખેતી એટલે કે પોષણસભર ખેતી” વિષયક પ્રેરણાત્મક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.