ભાવનગર શહેરના સુભાષનગર ખાતે રહેતા વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી થયાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી. શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા દીપેશભાઈ નામના વેપારી સાથે ઓનલાઇન રૂપિયા 1,08,62,246 ની છેતરપિંડી કરાઈ હોવા અંગે સાઇબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી અમદાવાદ ખાતેથી એક ઈસમ ઝડપી લઇ અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.