હાલોલ શહેર ખાતે આગામી તા.5 તથા 6 મી સપ્ટેમ્બરે યોજાનાર મુસ્લિમ સમુદાયનો પવિત્ર તહેવાર ઈદે મીલાદ તેમજ હિન્દુ સમુદાયના ગણેશ વિસર્જન અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે ધૂમધામ પૂર્વક રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે.જેને લઈ હાલોલ ટાઉન પોલીસ તેમજ રૂરલ પોલીસ દ્વારા રૂરલ પોલીસ મથક ખાતે આજે બુધવારે સાંજે 6 વાગ્યાના અરસામાં નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમા બેઠક યોજાઈ હતી જેમા તમામ સમુદાયના અગ્રણીઓ હાજર રહ્યા હતા