કુકરમુંડા પોલીસે કાવઠા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદેલ મહિલાને બચાવી લીધી.તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ પાસેથી ગુરુવારના રોજ 10 કલાકે મળતી વિગત મુજબ કાવઠા બ્રિજ પરથી તાપી નદીમાં મહારાષ્ટ્રની મહિલા એ કૂદકો માર્યો હતો.જે મહિલા એ માનસિક બીમારી થી કંટાળી જઈ કૂદકો મારતા પોલીસને જાણ થતા સ્થાનિક તરવૈયા તેમજ પોલીસ જવાનોએ મહિલાને સહીસલામત બહાર કાઢી સારવાર અપાવી માનવતા મહેકાવી હતી.