ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત શિક્ષણ બચાવો આંદોલનનો આજે બોપરે 12 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રારંભ થયો હતો. જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં 500 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં એક કલાક સુધી ધરણા કરવામાં આવ્યા હતા.આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી પોતે આવેદન સ્વીકારવા માટે આવ્યા હતા