લાપતા ખલાસીઓને શોધવામાં દરિયામાં તોફાનથી અડચણ વચ્ચે જહાજ મારફતે શોધખોળ શરૂ કરાયું છે.એક સાથે 9 જેટલા ખલાસીઓ લાપતા હોવાને કારણે માછીમારો ચિંતાતુર બન્યા છે જાફરાબાદ રાજપરાના માછીમાર પરિવાર ઉપર આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ છે હાલ સતત પીપાવાવ પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ ખલાસીઓ ઝડપથી મળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.