હોકીના જાદુગર કહેવાતા શ્રી મેજર ધ્યાનચંદની જન્મજ્યંતિ નિમિત્તે દેશભરમાં ૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી "નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટમાં રેસકોર્સ નજીક બહુમાળી ભવન ખાતે પ્રી-ઈવેન્ટ યોજાઈ હતી જેમાં અંદાજિત ૪૦૦ જેટલા રમતવીરો જોડાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ પ્રી-ઈવેન્ટ પ્રેક્ટિસમાં મહાનુભાવશ્રીઓએ રમતવીરોનું સન્માન કરી, રેલીને પ્રસ્થાન કરાવી હતી.